ગુજરાત

સુરતમાં મહિલાનું ગળું દબાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો

આજના જમાનામાં કોના ઉપર ભરોસો કરવો તે ખબર નથી પડતી ત્યારે સુરતમાં ચોરી કરવા આવેલા લોકો પાલિકાના કપડા પહેરી કર્મચારી હોવાનું કહી ઘરમાં ઘૂસ્યા સુરતના અડાજણની સીકેવીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહીં, પાલિકાનું આઈકાર્ડ પણ હતું, જેથી ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બીજી તરફ તેજસ પટેલ પણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી ગયા હતા. ઘરે મહિલા હતી. બાદમાં ફરી આવીને મહિલાને બેભાન કરવા પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્રણેય લૂંટારા થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી. મહિલાને પણ એવું હતું કે પાલિકાના કર્મચારીઓ છે એટલે તેમણે પણ જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજાે ગાર્ડનમાં અને ત્રીજાે વચ્ચે ઊભો રહ્યો હતો. આ દરમિયાન એક ઈસમે તેના સાગરીત સાથે મહિલાનું ગળું દબાવી ઘેનનો પદાર્થ સૂંઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે મહિલાએ પહેલા તો બેભાન થઈ હોવાનું નાટક કરી થોડીવારમાં ઊભી થઈને બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી, જેને કારણે આજુબાજુના લોકો દોડી આવતાં ત્રણેય લૂંટારા ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે અડાજણ પોલીસે માત્ર અરજી લઈને તપાસ શરૂ કરી છે.

Related Posts