ગુજરાત

સુરતમાં માત્ર ૧૪ વર્ષની દીકરીએ અયોધ્યા મંદિર માટે ૫૨ લાખનું દાન આપ્યું૧૫ રામ કથાઓ કરી આવેલું દાન મંદિરમાં સમર્પણ કર્યું

અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્‌ઘાટન ૨૨ જાન્યુઆરીએ થશે અને રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. ત્યારે દેશવિદેશના રામભક્તોના દાનથી આપવામાં પાછીપાની કરી રહ્યા નથી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપી રહ્યા છે. રામના ભવ્ય મદિરના નિર્માણમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ત્યારે આજે અમે તમને સુરતની એક એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. સુરતમાં માત્ર ૧૪ વર્ષની દીકરીએ અયોધ્યા મંદિરમાં મોટું દાન આપ્યું છે. હવે તમે કહેશો કે ૧૪ વર્ષની દીકરી કેવી રીતે દાન કરી શકે છે? પરંતુ આ હકીકત છે. સુરતની ભાવિકા મહેશ્વરીએ રૂપિયા એક, બે નહીં પુરા ૫૨ લાખનું દાન આપ્યું છે. ભાવિકા મહેશ્વરીએ અલગ અલગ ૧૫ રામ કથાઓ અત્યાર સુધી કરી છે, જેના થકી રામ કથામાં આવેલું દાન ભાવિકાએ અયોધ્યા મંદિરમાં સમર્પણ કર્યું છે. માત્ર ૧૦ વર્ષની ઉંમરથી જ ભાવિકા મહેશ્વરીએ રામ કથા શરૂ કરી હતી. આ દીકરી વિશે જાણવા મળી રહ્યું છે કે તે કોવિડ આયસોલેશન સેન્ટર અને લાજપોર જેલમાં પણ રામ કથા કરી ચુકી છે.

ભાવિકાએ ૩૨૦૦ કેદીઓને રામ કથા સંભળાવી હતી. ત્યારબાદ કેદીઓએ રામકથામાં રૂપિયા ૧ લાખ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ. ૫૫૦૦ કરોડથી વધુનું દાન મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન રામના ભવ્ય મદિરના નિર્માણમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ગુજરાતના બે લોકોએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે.

મોરારી બાપુએ રામ મંદિર માટે ૧૬.૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે દેશના ૧૧ કરોડ લોકો પાસેથી ૯૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે ૫ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. રામ મંદિર માટે ફાળો એકઠો કરવાનું અભિયાન, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ શરૂ કરાયું છે, જેમાં સૌથી પહેલો ફાળો રામનાથ કોવિંદ ૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે ૫ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. તો સુરતા મહેશ કબૂતરવાલાએ ૫ કરોડ રૂપિયા મંદિર માટે દાન કર્યા છે. તેમનુ નામ ભારતના કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ટોચ પર છે.

તો સુરતના લવજી બાદશાહે ૧ કરોડનું દાન પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રામ મંદિર ટ્રસ્ટે દેશના ૧૧ કરોડ લોકો પાસેથી ૯૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે ૫૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ ૧૮ કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ ૩,૨૦૦ કરોડ રૂપિયાનું દાન જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી, જેમાંથી મળેલા વ્યાજ સાથે રામ મંદિરના પ્રથમ માળનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Related Posts