સુરતના યોગીચોક વિસ્તારમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ ભૂલી પડી ગઈ હતી. પરિવારના બે સભ્યોના નામ સિવાય તેને કશું જ યાદ નહોતું. જેથી પોલીસ દ્વારા તેને પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અને પરિવારની શોધખોળ આદરી હતી. ત્રણ દિવસ સુધી માનસિક બીમારી યુવકને પોલીસ સ્ટેશનમાં સાચવી રાખીને પરિવારની શોધખોળ કરવામાં આવી હતી. બાદમાં પરિવારની જાણ થતા તેનો મિલન કરાવવામાં આવ્યું હતું. પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈને પરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જાગૃત નાગરિક ડો.સંદીપભાઇએ સુરત કંટ્રોલરૂમના ૧૦૦ નંબર પર કોલ કરી જણાવેલ કે, એક અસ્થીર મગજના ઇસમ યોગીયોક સીટી સેંટર પાસે ભુલા પડેલ છે.
જે બાબતે કંટ્રોલરૂમના કોલ આધારે સરથાણા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન-૮ ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દિલિપભાઇ સ્થળ પર જઇ ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી પી.એ.સો ને સોપેલ અને ઇસમ અસ્થીર મગજના હોય જેઓ પોતાનુ નામ પ્રવિણભાઇ નાગજીભાઇ ઢોલરીયા તેમજ તેઓના ભાઇનું નામ દિલિપભાઇ નાગજીભાઇ ઢોલરીયા રહે,સુરત શહેર સિવાય કોઇનું નામ જાણતા ના હોય ઇસમને જાેડે રાખી શોધખોળ કરેલ પરંતુ તેઓના ભાઇ વિશે કોઇ માહિતી મળેલ નહીં.
જેથી આ યુવકને પોલીસ સ્ટેશન ખાતે ત્રણ દિવસ સુધી સાચવેલ અને સરથાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.એલ.પટેલના માર્ગદર્શન હેથળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી તેના મુળ વતનના ગામનું નામ નડાળા જિલ્લો અમરેલી હોવાનું જાણવા મળતા યુવકના નામ-ઠામ તેમજ તેઓના ભાઇનું નામ-ઠામ જણાવી તેઓના ગામ ખાતે ખરાઇ કરાવી હતી. સુરત ખાતે રહેતા તેઓના સંબંધી ગોબરભાઇનો સંપર્ક કર્યો હતો. યુવકના ભાઇને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભુલા પડનાર પ્રવિણભાઇ નાગજીભાઇ ઢોલરીયાનું તેઓના પરીવાર સાથે દિન-ત્રણ પો.સ્ટે.ખાતે સાચવ્યા બાદ મિલન કરાવી માનવીય અભિગમ દર્શાવી કામગીરી કરી હતી.


















Recent Comments