સુરતમાં મિત્રની સોસાયટીમાં અર્ધનગ્ન થઇ તમાશો કરનાર દંપતિની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા દંપતીને મિત્રએ રૂપિયા ઉછીના નહિ આપતા દંપતીએ મિત્રની સોસાયટીમાં જઇ જાહેરમાં અર્ધનગ્ન થઇ ભારે તમાશો કર્યો હતો. સોસાયટીના લોકોએ અસભ્ય વર્તન કરતા મહિલા-પુરુષને સોસાયટીની બહાર તગેડી મૂક્યા હતા. જે અંગે કતારગામ પોલીસમાં ગુનો નોંધાયો છે. જેથી પોલીસે બનેની અટકાયત કરી હતી.સુરતમાં મિત્રએ ઉછીના રૂપિયા ન આપતા પતિ પત્નીએ એવી હરકત કરી જેને સાંભળીને તમે પણ અચ્બામાં મુકાઈ જશો.
કતારગામમાં લલિતા ચોકડી પાસે નીલકંઠ સ્રોસાયટી વિભાગ-રમાં રહેતા કલ્યાણીબેન જયસુખભાઇ ચાવડા મહિલા મૂળ અમરેલી-ખાંભાના વતની છે. અને તેમના પતિ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરતા હતા. જાેકે, છેલ્લાં ૩ વર્ષથી લકવાની બીમારીને કારણે તેઓ પથારીવશ છે.
દરમિયાન બાંધકામ તેઓ કોન્ટ્રાક્ટર હતા ત્યારે અમિત મોરી નામના યુવક સાથે તેમની મિત્રતા હતી. જે વારંવાર ઘરે પણ આવતો હતો. દરમિયાન ગત તા. ૬ના રોજ સાંજના સુમારે પતિ જયસુખ ચાવડા દીકરો દર્શન બાપા સીતારામ ચોક પાસેથી આવતા હતા ત્યારે અમિત મોરી તેઓને રસ્તામાં મળ્યો હંતો.
અને તે રૂપિયા ૨ લાખ ઉછીના માંગ્યા હતા તેમજ રૂપિયા નહી આપે તો ઘરે ખાવી ધમાલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા, ૯મીએ સવારે મહિલાના પતિએ તેમના દીકરા સાથે કામાર્થે અમદાવાદ ગયા હતા. દરમિયાન સાંજના સુમારે અમિત મોરીએ તેમની સોસાયટીમાં આવી બૂમાબૂમ મચાવી દીધી હતી.
અમિત સોસાયટીમાં પેન્ટ અને શર્ટ કાઢી અર્ધનગ્ન થઇ ગયો હતો. ઉપરાંત, અમિત સાથે આવેલી તેની પત્નીએ પણ ટોપ ઉતારી નાંખ્યું હતું. અર્ધનગ્ન થઇ બંને ભારે તમાશા સાથે અશ્લીલ હરકતો કરતા હતા. જેને લઈને સોસાયટીના રહીશો પણ શરમમાં મુકાઈ હયા હતા. અને તમામ રહીશોએ એકજૂથ થઈ બંનેને પતિ-પત્નીને બહાર તગેડી મુક્યા હતા. જાે કે સમાગે મામલે કલ્યાણી યાવડાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અમિત મોરી સામે ગુનો નોધી અટકાયત કરી હતી.
Recent Comments