ગુજરાત

સુરતમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુઓની એકતાના દર્શન થાય છે

દેશમાં હિન્દુ-મુસ્લિમને લઈને લોકોને ભડકાવવાનું કાવતરું ચાલે છે. દેશમાં દહેશત ફેલાએલી છે ત્યારે સુરતમાં હિન્દુઓ મુસ્લિમ બિરાદરો વચ્ચે કોમી એકતાના દર્શન થયા છે. સુરતમાં હાલ આકર્ષક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. થર્મોકોલમાંથી અલગ અલગ થીમ પર તાજીયા બન્યા છે. ત્યારે મોતી ટોકીઝ તુલસી ફળિયા વિસ્તારમાં અનોખા તાજીયા બનાવવામાં આવ્યાં છે. તુર્કીની મસ્જીદની થીમ પર તાજીયા બનાવવામાં આવ્યાં છે. તુલસી ફળિયા વિસ્તારના કેજીએન ગ્રુપ દ્વારા આ તાજીયા બનાવવામાં આવ્યાં છે.

અહિં ૫૧ વર્ષથી તાજીયા બનાવવામાં આવે છે. આ ગ્રુપમાં હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ બિરાદરો પણ ખભેખભે મિલાવીને સર્વધર્મ એકતાના દર્શન કરાવે છે. ભીખુસિંગ રમણલાલ ઠાકોર અમે દાદાના સમયથી સુરત આવી ગયાં હતાં. અહિં ૫૧ વર્ષથી તાજીયાના ધાર્મિક કામ થાય છે. તેમાં જે બાધાઓ અમે લઈએ છીએ તે અહિં પૂર્ણ થાય છે. અહિં કોઈ તકલીફ પડી નથી. અહિં કોઈ પણ ધમાલમાં અમે એકતાથી રહીએ છીએ.

અમારી એકતા સમિતિ છે. ઘણા લોકો નાળિયેર અને અગરબત્તિઓ પણ ચડાવે છે. આ તાજીયા અમારા મુનિરભાઈ ઉર્ફે બોબીએ આ તાજીયાની સ્થાપ્ના કરી હતી. તુર્કીની મસ્જિદની થીમ પર તાજીયા બનાવ્યાં છે. આ એક કલાકૃતિ છે. જે દર વખતે સાતમાં દિવસથી પડદાં ખોલતાં હોઈએ છીએ પરંતુ આ વખતે પહેલા જ દિવસથી અમે પડદાં ખોલીને લોકોના દર્શન માટે મૂક્યાં છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

Related Posts