fbpx
ગુજરાત

સુરતમાં મેટ્રોની કામગીરીથી રસ્તો બંધ થતાં બગીચો કાપીને રસ્તો બનાવાશે

સુરતમાં હાલમાં ગાંધી બાગ થી મક્કાઈ પુલ તરફ જવાનો રસ્તો તેમજ ગાંધીબાગ થી ગોપીપુરા જવાનો રસ્તો બંધ કરાયો છે. જેથી લોકોને ઘણી હાલાકી થઈ રહી છે. આ મુદ્દે રજૂઆતો થતાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં દબાણો દૂર કરવાનો મુદ્દો પણ ઉછળ્યો હતો.ચોકબજાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટની ચાલી રહેલી કામગીરીને પગલે વિવિધ રસ્તા બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી છે.

જેથી ચોકબજાર ખાતે આવેલ લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કાઢવા નગરસેવક વ્રજેશ ઉનડકટની માંગને પગલે આખરે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગાર્ડનમાંથી રસ્તો નિકળતા ટ્રાફિકમાં ખૂબ રાહત થશે. ગોપીપુરા, સોનીફળિયા જવા માટે પણ સરળતા રહેશે સાથે ચોકથી સાગર હોટલ થઇ મક્કાપુલ દઇ શકાશે. ચોકબજાર આસપાસ થતા દબાણો દૂર કરાશે.

Follow Me:

Related Posts