ગુજરાત

સુરતમાં યુવકનું હાર્ટ એટેકના કારણે ઉંઘમાં જ મોત

યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતના સચિન ખાતેના સુડા સેક્ટરમાં રાત્રે સુતેલા યુવકનું હાર્ટ એટેકના કારણે ઊંઘમાં મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવકનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરાઈ છે. મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.૨૫) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર રહેતો હતો અને મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે રૂમમાં સુતેલો વિજય ગુરુવારે સવારે ઊંઘમાંથી ઉઠ્‌યો જ નહોતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કરેલી તપાસ દરમ્યાન વિજય મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મૃતહેદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતકની સંબંધીએ પણ હાર્ટએકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતકને બે ભાઈઓ પણ છે અને માતા-પિતા વતન ખાતે ખેતી કામ કરે છે. પોસ્ટ મોર્ટમ કરનારા તબીબે હાર્ટએટેકની શક્યતા વ્યક્ત કરી હતી. જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Related Posts