fbpx
ગુજરાત

સુરતમાં યુવકે વિદ્યાર્થીનીને ટેરેસ પર બોલાવી શારિરીક અડપલાં કરતાં ચકચાર મચી

શહેરમાં ફરી એક વખત તરુણી સાથે છેડતીની ઘટના સામે આવી છે. તરુણીને અન્ય કોઈ નહીં પરંતું ઘર નજીક રહેતા સંબંધી યુવકે જ છેડતી કરી હતી. જાેકે, આ યુવાન આગળ પણ વીડિયો કોલ કરીને હેરાતાં કરતો હોવાને લઈને પરિવારે ઠપકો આપ્યો હતો. જાેકે ગતરોજ મંગળવારે મકાનના ધાબા પાર બોલાવીને તરુણીને શારીરિક છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે


સુરતમાં સતત મહિલા અત્યાચાર અને તેમાં પણ બાળકી અને તરૂણી સાથે શારીરિક છેડછાડ અને દુષ્કર્મની સતત ઘટના સમયે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા વેપારીની ૧૫ વર્ષીય પુત્રી ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. જાેકે આ તરુણી પોતાના ઘરે હતી ત્યારે તેમના ઘર નજીક રહેતો તેમનો સંબંધી યુવાને આ તરુણીને પોતાના ઘરના ધાબા પર વાત કરવા માટે બોલાવી હતી અને વાત કરતી હતી.

તે સમયે દૂરના સંબંધી યુવાન વિશાલે તરૂણીને હાથ પકડી ખેંચીને બાથમાં લઈ ગાલ પર કીસ કરી દીધી હતી. જેને લઈને તરુણીએ વિશાલને ધક્કો મારી ભાગીને ઘરે આવી ગઈ હતી. અને પરિવારને બનેલી ઘટના બાબતે જાણકારી આપી હતી.
જાેકે આ યુવાન પહેલા પણ તરુણીને વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ બે મહિના અગાઉ ફોન કરી વીડિયો ચેટ કરતો હતો. આ અંગે જાણ થતા વેપારીએ વિશાલને માતા-પિતા સાથે બોલાવી ઠપકો આપતા તેણે માફી માંગી હતી અને ફરી કોઈ રીતે તરૂણીનો સંપર્ક નહીં કરવાની ખાતરી આપી હતી.

જાેકે આ ત્યાર બાદ બે મહિના બાદ આ યુવાને ફરી તરૂણીની છેડતી કરતા તરૂણી સાથે પરિવાર આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયું હતું. અને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ યુવાન વિશાલની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

Follow Me:

Related Posts