સુરતમાં રક્ષાબંધન કરવા આવેલા ભાઈને માતા, એક બહેનની લાશ મળી
કતારગામમાં મહિલા તબીબે ઇન્જેક્શનના ઓવરડોઝ આપી માતા-બહેનની હત્યા કરી પોતે ઊંઘની ૨૭ ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મધરાતે બેભાન કરવાના ઇન્જેક્શન આપ્યા હતા. મુળ તળાજાનાં મંજૂલાબેનની મોટી દીકરી દર્શના, નાની દીકરી શિક્ષિકા હતી. મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની અને કતારગામ ધનમોરા નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા વાટલીયા પ્રજાપતિ સમાજના ૬૨ વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ સોંડાગરની ૩૧ વર્ષીય મોટી પુત્રી દર્શના હોમિયોપેથી તબીબ છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતી હતી. તેમની ૨૯ વર્ષીય નાની પુત્રી ફાલ્ગુની પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. પુત્ર ગૌરવ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. પિતા ૨૦ વર્ષથી અલગ રહે છે. તબીબ પુત્રી દર્શનાએ શનિવારે મોડી રાત્રે માતા અને તેમની નાની બહેનને ઈન્જેક્શન આપી હત્યા કરી પોતે ઉંઘની વધુ પડતી દવાઓથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
. સવારે રક્ષાબંધન હોવાથી ગૌરવ ઘરે પરત આવ્યો ત્યારે ત્રણેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં માતા-નાની બહેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દર્શનાની હાલત ગંભીર હતી. સુરતના કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. મહિલા તબીબે પોતાના ડાઈંગ ડિક્લેરેશનમાં કહ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં હત્યા કરી હતી. હાલ તો પોલીસ દ્વારા ડોક્ટર દીકરી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડો. દર્શનાએ ડાઈંગ ડેક્લેરેશનમાં કહ્યું કે હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જાેડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે મારા વગર મારી માતા-બહેનનું શું થશે.તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે ૧૨ઃ૩૦ વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની ૨૭ ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે? પોલીસે દર્શનાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, મારે અંગત કારણોસર જીંદગીથી કંટાળી આપઘાતનું વિચાર્યું હતું. અમે ત્રણેય માતા-પુત્રીઓ લાગણીથી એટલા જાેડાયેલા હતા કે એક બીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. આપઘાત બાદ માતા અને બહેનનું શું થશે તેવું વિચારી હત્યા કરી હોવાનો કબૂલાત કરી હતી.
Recent Comments