ગુજરાત

સુરતમાં રખડતા શેરી કૂતરાનો આંતક વધ્યો ૩ બાળકો પર હુમલો કર્યો

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. શિયાળા દરમિયાન કુતરાઓ દ્વારા કરડવાની ઘટના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે. ઈંટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક જ શ્વાને તેને જાેતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો એકત્રિત થઈ જતા માસૂમને છોડાવી હતી.તાજેતરમાં શ્વાનના હુમલાને કારણે વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું પરંતુ ફરી એક વખત વેડરોડ વિસ્તારમાં એક બાદ એક ત્રણ જેટલા કિસ્સાઓમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના સામે આવી છે.

જેને કારણે લોકોમાં શ્વાનોના હુમલાને લઈને ભય જાેવા મળી રહ્યો છે. સુરત વેડરોડ વિસ્તારમાં કુતરાએ બાળકીના હાથમાં અને પગમાં કરડી લીધા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કરી દીધો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકા ભરી લીધા હતા. બાળકી જ્યારે બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો દોડી આવતા જાેયું કે શ્વાન દ્વારા બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોકોનું ટોળું એકત્રિત થઈ જતા શ્વાન નાસી ગયો હતો.

Related Posts