સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંદિવાળી સમયે જ ભાડામાં વધારો કરતાં ખાનગી બસ માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી
સુરતમાં ખાનગી બસ માલિકોએ ભાડું વધારતા રત્નકલાકારોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. દિવાળીમાં સુરતથી સૌરાષ્ટ્ર મોટી સંખ્યામાં રત્નાકલાકારો જતા હોય છે. ત્યારે હીરા ઉદ્યોગમાં મંદીની સામે ખાનગી બસ માલિકોએ ડબલ ભાડું કરવામાં આવ્યો હોવાનો આરોપ રત્નકલાકારો મુક્યો છે. આ આરોપોને ખોટા ગણાવી ખાનગી લક્ઝરી બસના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યો હોવાનું એસોસિએશન પ્રમુખ જણાવી રહ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસે છે. દિવાળીમાં વેકેશનની મજા માણવા લાખોની સંખ્યામાં પોતાના માદરે વતન જતા હોય છે.
ત્યારે ખાનગી લક્ઝરી માલિકોએ ડબલ ભાડું કરી દેવામાં આવ્યો હોવાનું આરોપ રત્નાકલાકારો લગાવ્યો છે. આજ રોજ રત્નકલાકાર એસોસિએશનના ઉપપ્રમુખ સહિતના આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાનગી લક્ઝરી બસના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખાનગી બસ માલિકો કાર્યવાહી કરવા માંગ કરી હતી. રત્ન કલાકાર એસોસિએશનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હાલમાં જ ડાયમંડ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જ્યારે દિવાળીના વેકેશન ને લઈને મોટી સંખ્યામાં રત્નકલાકારો પોતાના માદરે વતન જવાના છે.ત્યારે ખાનગી બસના માલિકો દ્વારા ડબલ ભાડું કરી દેવામાં આવ્યું છે. જેને અમારો વિરોધ છે. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિનંતી છે
કે આવા ખાનગી બસ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. બીજી બાજુ ભાવ વધારાની વાતને લક્ઝરી એસોસિએશનના પ્રમુખ દિનેશ અંધન તેને નકારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ રીતના ભાવ વધારવામાં આવ્યો નથી. સામાન્ય દિવસોમાં સિંગલ બોક્સમાં એક વ્યક્તિને બેસાડવામાં આવે છે. જ્યારે તેનું ભાડું રૂપિયા ૬૦૦ લેવામાં આવતું હોય છે. જ્યારે દિવાળીના પર્વમાં ત્રણ દિવસમાં લોકોને પોતાના વતન પહોંચાડવાનું હોય છે. જેથી એક સિંગલ બોક્સની અંદર બે લોકોને બેસાડવામાં આવે છે. બંનેમાં ૧૨૦૦ રૂપિયા રૂપિયા ભાડું લેવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના પર્વમાં સરકારી બસો, હવાઈ જહાજમાં ભાડું વધારી દેવામાં આવતું હોય છે. ત્યારે હાલ અમારું એ જ ભાડું છે. માત્ર સિંગલ બોક્સમાં બે અને ડબલના બોક્સમાં ચાર લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે થોડાક જ દિવસ પહેલા રાજ્યના ગૃહ મંત્રીએ ભાડા વધારવા બાબતે ખાનગી બસના માલિકોને ચેતવણી આપી હતી. ત્યાર બાદ રત્નાકલાકારો ખાનગી બસના માલિકો દ્વારા ડબલ ભાડું કરી દેવામાં આવ્યો હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ત્યારે આ ભાવ વધારાની વાતને ખાનગી લક્ઝરી બસના માલિકો નકારી રહ્યા છે.
Recent Comments