fbpx
ગુજરાત

સુરતમાં રસી ન લેનારને બસ, બગીચા, સરકારી કચેરીમાં પ્રવેશ બંધ

વેકેશનમાં ફરવા ગયેલા લોકો મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં કોરોના વધી શકે છે. સંક્રમણ અટકાવવા અને રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા સોમવારથી પાલિકા જાહેર સ્થળોએ રસી ન મુકાવનારને પ્રવેશ આપવાના નિયમનો અમલ કરવા જવાની છે. જાેકે તેમ છતાં રસીકરણની કામગીરી મંદ ગતિએ જ ચાલી રહી છે. રવિવારે માત્ર ૧૬૩૮૧નું રસીકરણ થયું હતું. આજે સોમવારે ૧૬૦ સેન્ટર પર કોવિશિલ્ડ રસીની કામગીરી થશે. જ્યારે ૧૪ સેન્ટર પર કોવેક્સિન મળશે. શહેરમાં ૨ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૯૭૨ થઈ ગઈ છે.

રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. રવિવારે શહેરમાંથી ૧૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.સોમવારથી પાલિકા સિટીબસ-બીઆરટીએસ બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ તેવા લોકોને પ્રવેશ આપશે નહિં. પ્રવેશ લેવા ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. આ માટે પાલિકાએ તમામ જાહેર સ્થળોએ ટેસ્ટીંગ માટે ટીમ મુકશે. નિયમનો કડકકાઈથી અમલ કરવા જાહેર સ્થળોની એન્ટ્રી પર તૈનાત સિક્યુરીટીગાર્ડ-માર્શલોને મુલાકાતીઓના વેક્સિનના સર્ટીફિકેટ અચુકપણે ચેક કરવા આદેશ અપાયા છે.

જ્યારે બસોમાં કંડકટરને ચકાસવા સૂચના અપાઇ છે. આ જ નિયમ બુધવાર સુધીમાં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટિપ્લેકસ, હોસ્પિટલ સહિતના ખાનગી સ્થળોએ લાગુ કરાશે. નોંધનીય છે કે, શહેરમાં આજની સ્થિતિએ સેકન્ડ ડોઝને એલિજેબલ હોય તેવા ૬.૫૮ લાખ લોકો છે. તેઓને તાત્કાલિક ધોરણે સેકન્ડ ડોઝ લઇ લેવા પાલિકાએ અપીલ કરી છે. પાલિકાના જણાવ્યા અનુસાર, હાલમાં શહેરમાં ૬૦ ટકા લોકો વેકેશન પરત થઈ ગયા છે. વધુ ૨૦ ટકા આ અઠવાડિયે આવી જશે. શહેરમાં આગામી દિવસમાં સંક્રમણ વધવાની સંભાવના છે ત્યારે પાલિકાએ ખાનગી ક્લીનીકો તથા હોસ્પિટલોને શરદી-ખાંસીના લક્ષણો ધરાવતાં કેસ આવે તો તેની જાણ પાલિકાને કરવા સુચના આપી છે. આ માટે અગાઉથી જ સિસ્ટમ ઉભી કરાઇ હતી. જે સિસ્ટમ મારફતે આવા દર્દીઓની જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts