સુરતમાં રસ્તે ચાલતા ચાલતા યુવકને આવ્યુ મોત, ઝ્રઝ્ર્ફ ફૂટેજ આવ્યા સામે…
સુરતમાં રસ્તે ચાલતા ચાલતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવી જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વ્યક્તિ ચાલતા ચાલતા અચાનક ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી યુવાનોને જીમ કરતી વેળાએ, યોગા કરતી વેળાએ તેમજ ક્રિકેટ રમતી વેળાએ હાર્ટ એટેક આવવાથી મોત થતા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકનું રસ્તે ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં દેખાય છે. યુવાન ચાલતા ચાલતા અચાનક ઢળી પડ્યો હતો. યુવાને બચાવવા માટે આજુબાજુના લોકો દોડી આવે છે. બીજી તરફ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. સુરતના સચિન વિસ્તારમાં રહેતા પંકજભાઈ દૌલતભાઈ પટેલ પલસાણા સ્થિત મિલમાં એકાઉન્ટ તરીકે કામ કરતા હતા.
આજે બપોરે ઉધના હરીનગર ખાતે પિતાને મળીને પરત કામે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઇ ગયું હતું. લોકોએ ૧૦૮ ને બોલાવી તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ પંકજભાઈના પરિવારજનો પણ બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યાં તેઓના મોતના સમાચાર સાંભળી તેઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સુશીલભાઈએ જણાવ્યું હતું કે મૃતક પંકજભાઈ દૌલતભાઈ પટેલ મારો ફોઈનો દીકરો હતો. આજે સવારે સાડા ૧૧ વાગ્યાની આસપાસ રસ્તામાં ચાલતા ચાલતા ભાઈ રસ્તામાં પડી ગયો હતો અને ત્યાં લોકોએ ૧૦૮માં તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. મને અહી એવું જણાવવામાં આવ્યું હતું કે હાર્ટ બંધ થઈ જવાના લીધે કે પછી હાર્ટ એટેકના લીધે મોત થયું હશે પરંતુ પીએમ રીપોર્ટ બાદ જ તેના મોતનું સાચુ કારણ સામે આવશે.
Recent Comments