સુરતમાં રેમડેસિવિરના કાળાબજારી કરતાં ૬ લોકો ૧૨ ઈન્જેક્શન સાથે ઝડપાયા
કોરોના સંક્રમણે માઝા મૂકી છે ત્યારે ગંભીર કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને સુરતમાં કાળાબજારી થતી હોવાની ફરિયાદના આધારે પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. આ છ આરોપીઓ પાસેથી ૧૨ જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યાં છે. ૭૦ હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચવા નીકળેલા આરોપીઓને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે, વિજય મેડીકલ, પરવત પાટીયા ખાતે કેટલાક ઇસમો આર્થિક લાભ લેવા વગર પાસ પરમીટે હાલમાં કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીના સગાઓને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત હોય તો કાળા બજારમાં વેચી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડનુ આયોજન કરી ડમી ગ્રાહક તૈયાર કરી પોતાના સગાને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત હોવાની માંગણી કરી ઇન્જેક્શન લેવામાં આવ્યાં હતાં.
પોલીસે આ પ્રકરણમાં (૧)કલ્પેશ રણછોડભાઈ મકવાણા (ઉ.વ.આ.૨૩) રહે. એ-૩૬૮ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ સુરતનાએ રૂપિયા ૧૨ હજારમાં એક ઇન્જેક્શન વેચાણથી અપાવશે તેમ જણાવતા ગ્રાહકે ૬ ઇન્જેક્શનોની માંગણી કરતા રૂ. ૭૦ હજારમાં મળી જશે તેમ જણાવી આરોપી (૨) પ્રદીપ ચોરભાઈ કાતરીયા ઉ.વ ૨૧ (રહે. ઘર નં ૭૧ મુક્તિધામ સોસાયટ પુણાગામ) ને ગોડાદરા ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઇ ગયા હતા અને લેબમાંથી પોતાની સાથે રેમડેસિવિર ઈન્જેક્શન લઇ નાણાની માંગણી કરતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. લેબોરેટરીમાં ચકાચણી કરતા આરોપી (૩) શૈલેષભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ.આ. ૨૯) રહે. ઘર નં ૭૮ લક્ષ્મીપાર્ક સોસાયટી ગોડાદરા,સુરત શહેર (૪) નીતીનભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ.આ. ૨૫)પાસેથી વધુ ૬ ઈન્જેક્શન તથા વેચાણના રૂ.૨,૪૫,૦૦૦ મળી આવ્યા હતા.
ઇન્જેકશન ક્યાંથી લાવ્યા એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં યોગેશભાઈ બચુભાઈ વાડ પાસેથી એક ઇન્જેક્શન ૩૪ હજાર લેખે ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપી યોગેશભાઈ નિત્યા મેડીકલ સ્ટોરવાળા પાસેથી ખરીદયાનું કહ્યું હતું. વિવેક હીંમતભાઇ પામેલીયા (ઉ.વ.૨૭) ધી મેડીકલ સ્ટોર્સ રશ્બી-૧૦૩, સૌરાષ્ટ્ર પેલેગ, ઉતરાણ મોટા વરાછા, સુરત પાસેથી ૧૦ ઇજેકશન તથા બાકીના ૧૦૩ -જેક્ષનના રૂ. ૨૭૦૦ ના ભાવથી ખરીદી આપેલ હોવાની ફ્યુઝન પેથોલોજી લેબ ખાતે વેચાણ કરેલ હોવાની હકીકત બહાર આવી છે.
પ્રાથમિક તપાસ દરમ્યાન પૂછપરછમાં આરોપી વિવેક શ્રમતભાઇ ધામેલીયા નિત્યા મેડીકલ સ્ટોરના ૩૬૭૦ના ભાવથી સિવિલ હોસ્પીટલમાંથી લાવ્યો હતો. તેણે નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવિડ પોઝિટિવ દર્દીઓના આધારકાર્ડની નકલનો ઉપયોગ કરી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સિવિલ હોસ્પિટલ ખાતેથી રોજે રોજ મંગાવી તેમાંથી વધેલા તથા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસિવિર ઇન્જેકશન કાળા બજાર કરી યોગેશ ક્વાડને વેચતો હોવાનું સામે આવ્યું છે. ફ્યુઝન લેબોરેટરીને રૂપિયા ૪૦૦૦મા વેચતો અને ફ્યુઝન લેબોરેટરી વાળા તેના માણસો રાખી ગ્રાહકોને રૂપિયા ૧૨૦૦૦ મા વેચતા હોવાનું રેકેટ ઝડપાયું છે.
Recent Comments