સુરતમાં રોજી માટે આવેલા યુ.પી.ના બે મિત્રોના ટ્રેનની વચ્ચે અડફેડમાં આવી જતાં મોત થયાં
ભેસ્તાન અને સચિન વચ્ચે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા બે મિત્રોના ઘટના સ્થળે મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં પાલીગામ ખાતે શિવાંજલી સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય આકાશ ઉર્ફે બડકુ શ્રીપાલ નિશાદ અને તેમના ૨૪ વર્ષીય મિત્ર દિનું વિશ્રામ નિશાદ સોમવારે મોડી રાત્રે ભેસ્તાન અને સચિન વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા.
તે સમયે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેન અડફેટે બંને મિત્ર આવી ગયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે બંને સંબંધીએ કહ્યુ કે, આકાશ અને દિનું મુળ ઉતરપ્રદેશમાં કાનપુરના વતની હતી. જાેકે બંને મિત્ર બે-ત્રણ દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા અને બંને જરીના મશીનમાં નોકરી જવાની વાત કરતા હતા. જાેકે ગત રાતે આકાશ અને દિનું સાથે તેમનો મિત્ર પ્રદિપ નિશાદ પણ સાથે જવા નીકળ્યા હતા. પણ આકાશ અને દિનું ટ્રેન અડફેટે આવતા મોત થયુ હતું. જાેકે તેમની સાથે ગયેલા પ્રદિપને અનેક વાર મોબાઇલ ફોન કર્યો હતો. પણ તેનો ફોન બંધ હતો. એટલુ નહી પણ તેને સિવિલ સહિતમાં શોધખોળ કરતા ભાળ મળી નહી હોવાનું જણાવ્યું હતું. પણ હકીકત વલસાડ રેલવે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
Recent Comments