fbpx
ગુજરાત

સુરતમાં લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરી મચી

ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં ૧ટ૨ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જાેતજાેતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.

બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્‌સ આપેલા હતા. શક્યતા છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી.

સુરતના હીરાબાગ પાસે મંગળવારે રાતના ૯.૩૫ કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં છે. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

Follow Me:

Related Posts