fbpx
ગુજરાત

સુરતમાં લૂઝ પેકિંગમાં વિદેશથી iPhone લાવીને વેચાણ કરતા બે ઇસમોને પકડી પાડ્યા

સુરતમાં આઈફોનનું વેચાણ ખોટી રીતે કરવામાં આવતું હતું. બે ભેજાબાજાે લૂઝ પેકિંગમાં વિદેશથી એપલના આઈફોન મંગાવતા હતા એ પછી આ જ રીતે તેઓ દિલ્હીથી તેના ખોખા પણ મંગાવતા હતા. આ બન્ને વસ્તુઓ ભેગી કરીને તેઓ તેમાં અસલ આઈફોનના બોક્સ જેવા બારકોડ લગાવીને તેને વેચતા હતા. પોલીસે તરકટ કરીને ખોટી રીતે ફોનનું વેચાણ કરનારા બે યુવકોને પકડી પાડ્યા છે. સુરતમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના હાથમાં બે ભેજાબાજાે આવ્યા છે, ઝડપથી રૂપિયા કમાવવા માટે અને ટેક્સથી બચાવ માટે આ ભેજાબાજાે વિદેશથી આઈફોન લાવીને તેને ખોટી રીતે વેચતા હતા. ક્રાઈમ બ્રાન્ચને આ મામલે માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી જેમાં મોટો ભાંડો ફૂટ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળ્યા પછી પોલીસે અડાજણ વિસ્તારના ઋષભ ચાર રસ્તા પરના સંગીની મેગ્નેસ કોમ્પ્લેક્સમાં આવેલી ૩૧૪ નંબરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. મોબીકેર સર્વિસીસ નામની દુકાનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી.જ્યાંથી પોલીસને એપલ કંપનીના ૨૩૮ મોબાઈલ ફોન મળ્યા હતા જેની અંદાજીત કિંમત ૭૩,૫૭,૦૦૦ થાય છે. આ સિવાય ૬૧ નંગ ૧૭,૮૦,૦૦૦ની કિંમતની સ્માર્ટવોચ, યુએસબી ચાર્જર, લેપટોપ, એપલ કંપનીના ખાલી બોક્સ પણ મળી આવ્યા છે. એપલના ફોનનું ખોટી રીતે વેચાણ કરવામાં આવતું હતું જેની બાતમી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આ રેડ દરમિયાન ફઈમ ફાતિમ મોતીવાળા અને સઈદ ઇબ્રાહિમ પટેલને ઝડપી પાડયા હતા.

દરોડામાં જે ચોંકાવનારી વિગતો સામે આવી છે, તેની જાણ એપલ કંપનીની ટીમને પણ કરવામાં આવી છે. હવે ટીમ આ મામલે વધુ તપાસ કરશે. હવે કંપનીની ટીમ આ ફોનની તપાસ કરીને જે વિગતો આપશે તેના આધારે આરોપીઓ સામે વધુ તપાસ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આઈફોન વેચીને કમાણી કરવા માટે તેના બોક્સ જેવા આબેહુબ બોક્સ તૈયાર કરવામાં આવાતા હતા.

આ બોક્સ પર જરુરી વિગતો અને ક્યુઆર કોડ પણ લગાવવામાં આવતો હતો. આ સ્ટીકર સહિતની વિગતો પકડાયેલા લોકો જ લગાવતા હતા, હવે આ કેસની વિગતવાર તપાસ માટે એપલ કંપની સાથે સંપર્ક કર્યા છે. પોલીસે જણાવ્યું કે, એપલની ટીમ છે તે રેડ દરમિયાન પકડાયેલા ફોનની તપાસ કરશે, જે પછી આરોપીઓ સામે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાખો રૂપિયાના ફોન કઈ રીતે ભારતમાં લાવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.

Follow Me:

Related Posts