સુરતમાં લોકરક્ષકમાં યુવતીની ઉમેદવારી રદ કરતી અરજી ઓનલાઈન અપલોડ કરેલ યુવતીની પોલીસે ધરપકડ કરી
લોકરક્ષકની પરીક્ષામાં પસંદ થયેલીની પુણાગામની યુવતીની ઉમેદવારી રદ કરતી અરજી તેની જાણ બહાર ઓનલાઈન અપલોડ તેની જ સોસાયટીમાં રહેતી યુવતીએ કરી હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે યુવતીની ધરપકડ કરી છે. પોતે લોકરક્ષકની પરીક્ષામાં નાપાસ થઈ હોય યુવતીએ ઈર્ષામાં આ પગલું ભર્યું હતું. મૂળ અમરેલીના રાજુલા અને સુરતમાં પુણાગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતી અને કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય અસ્મીતા કાતરીયાએ વર્ષ ૨૦૨૧-૨૨માં લોકરક્ષકની ભરતી બોર્ડની ભરતીમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી.
તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા હતા. ત્યારબાદ બોર્ડે ઉમેદવારી પાછી ખેંચવા ૪થી ૧૧ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન વેબસાઈટ પર એપ્લિકેશન મૂકી હતી. ત્યારે કોઈકે ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ કરવા અને પસંદ થયેલાના હક્કને જતો કરવાની અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટમાં તેનો કન્ફર્મેશન નંબર લખી તેની વિગતો ભરી સહી પણ કરી હતી. અસ્મીતાએ ઉમેદવારી વખતે તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હતો. તે નંબર પર આવેલા ઓટીપીને મેળવી અરજી અપલોડ કરી હતી. આ અંગેની જાણ થતા અસ્મીતાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. અરજી આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી ૨૨ વર્ષીય જાગૃતિ પાંડવની ધરપકડ કરી હતી.
જાગૃતિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે પણ અસ્મીતા સાથે લોકરક્ષકની પરીક્ષા આપી હતી. જાેકે, તે નાપાસ થઈ હતી. અસ્મીતાના ભાઈની ખાસ મિત્ર જાગૃતિ ઘરે અવરજવર કરતી હોય તેણે ઈર્ષાને લઈને અસ્મીતાની ઉમેદવારી રદ કરાવી દીધી હતી. આ અંગે અસ્મીતા અને તેના ભાઈને જાણ પણ થવા દીધી ન હતી. બાદમાં અસ્મીતાના ભાઈના મોબાઈલમાં આવેલા ઓટીપીની મદદથી અરજી અપલોડ કરી દીધી હતી.
Recent Comments