ગુજરાત

સુરતમાં વંદે ભારત એક્સપ્રેસની થીમ પર ‘લા પિઝા ટ્રેનો’ રેસ્ટોરન્ટ શરૂ થઈ

મેનૂમાં વિશ્વભરના વિવિધ પ્રદેશોની વિવિધ પ્રકારની વાનગીઓ

ગુજરાતના સુરતમાં વંદ ભારત એક્સપ્રેસની થીમ પર એક રેસ્ટોરન્ટ શરૂ થઈ છે. તેની સુવિધાઓ અને સેવાઓ માટે જાણીતી વંદે ભારત ટ્રેન તે લોકોમાં લોકપ્રિય બની છે, ત્યારે આ રેસ્ટોરન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રેસ્ટોરન્ટે ફૂડ પ્રેમીઓમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. ભારતીય લેન્ડસ્કેપ્સ અને ટ્રેન-થીમ આધારિત છે, તેના આંતરિક ભાગોને સ્પેશિયલ રંગોમાં શણગારવામાં આવે છે, જે ખૂબ જ રિયલિસ્ટિક અને આકર્ષક વાતાવરણ બનાવે છે. વીડિયો મુજબ મેનૂમાં વિશ્વભરના વિવિધ પ્રદેશોની વિવિધ પ્રકારની વાનગીઓ છે. આ રેસ્ટોરન્ટનું નામ ‘લા પિઝા ટ્રેનો’ છે, જેનો અર્થ ‘પિઝા ટ્રેન’ થાય છે. તેનો ડાઈનિંગ એરિયા ટ્રેનના કોચ જેવો છે, જેની અંદર તમે ખાવાનું ખાઈ શકો છો. તે સામાન્ય ટ્રેનની જેમ જ આગળ વધે છે. આ રેસ્ટોરન્ટને ટ્રેનની પ્રતિકૃતિ જેવી ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં એ જ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે વંદે ભારત ટ્રેનમાં છે.

કોચની અંદરની સીટો પણ તમને ટ્રેનની યાદ અપાવશે. વંદે ભારતની જેમ તેમાં પણ એન્જિન છે. ટ્રેનની અંદર તમને ભોજન પીરસવામાં આવે છે. વિડિયો અનુસાર, રેસ્ટોરન્ટમાં બે પ્રકારના સૂપ, સાત પ્રકારના ચાટ, ૧૦ પ્રકારના કોલ્ડ સલાડ, બે પ્રકારના ગાર્લિક બ્રેડ અને ત્રણ પ્રકારના પિઝા સહિત વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમની પાસે દક્ષિણ ભારતીય અને પંજાબી વાનગીઓ પણ છે. લોકો ઠંડા પીણા પણ માંગી શકે છે અને તેમને મીઠાઈનો વિકલ્પ પણ આપવામાં આવે છે. તેની કિંમત લંચ માટે ૨૬૯ રૂપિયા અને ડિનર માટે ૨૮૯ રૂપિયા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Related Posts