સુરતમાં વરાછા યોગી ચોક નજીક કારમાં આગ લાગતા દોડધામ મચી
સુરતમાં વરાછાના યોગી ચોક નજીક સમર્પણ હોસ્પિટલ બહાર રસ્તા પર એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારના બોનેટમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. જાેકે એક દુકાનદારે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની હાજરીમાં જ આખી કાર સળગીને ખાક થઈ ગઈ હતી.સદનસીબે કોઈ ઈજા જાનહાનિ બની નહોતી.
ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે ૭ઃ૩૨ નો હતો. માહિતી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી સળગતી કારની આગને કાબૂમાં લીધી હતી. જાેકે, કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી.કાર આઈ-૧૦ સ્પોર્ટ મોડલ હતું. જેનો નંબર અને એના માલિક ભરત પોપટ દેવાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એટલું જ નહીં પણ ભરતભાઇ સમર્પણ હોસ્પિટલમાં દાખલ સગા સંબંધીઓની ખબર અંતર પૂછવા આવ્યાં હતાં.
દુકાનદાર બંગારામ ચૌધરી (બ્રહ્માણી ફૂટવેરના માલિક) એ જણાવ્યું હતું કે, દુકાન ખોલતાની સાથે જ એક કારને સળગતા જાેઈ તાત્કાલિક ફાયરની જાણ કરી આગને કાબૂમાં લેવા ડોલ ભરી ભરીને પાણી નાખ્યું હતું. તે દરમિયાન ફાયરની ગાડી આવી ગઈ હતી. મંગાભાઈની જાગૃતતાને લઈ આગ કાબૂમાં લેવામાં ફાયરની ઘણી મદદ મળી હતી.
Recent Comments