ગુજરાત

સુરતમાં વાહન ચેકિંગ દરમ્યાન પોલીસે લાખો રુપિયાના દાગીના સાથે ચોરને ઝડપી પાડ્યો

૧૫મી ઓગસ્ટને લઈ શહેરમાં શાંતિ સલામતી બની રહે તે માટે ચાલી રહેલા વાહન ચેકિંગમાં પોલીસે મુંબઇ-અમદાવાદ બસમાંથી એક ઘરફોડ ચોરીના આરોપીને લાખો રૂપિયાના દાગીના સાથે ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ દાહોદની ઘરફોડ ચોરી ગેંગનો સભ્ય હોવાનું અને કર્ણાટકના એક વેપારીના ઘરમાં કરેલી ચોરીના દાગીના વેચવા નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. કર્ણાટકમાં ૧૭.૫૦ લાખની ચોરી કરી હતી. સોના ચાંદીના વાસણથી લઈ અલગ અલગ દાગીના મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આંતર રાજ્ય ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે.

બી. એમ. વસાવા (એ સી પી સુરત) એ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીનું નામ લલિત સમસુભાઈ પરમાર ઉ.વ. ૨૪ છે. જે મૂળ દાહોદ જિલ્લાના શારમખેડાનો હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસે જપ્ત કરેલા દાગીના ઉપર એક કન્નડ ભાષામાં લખેલા લેબલ અને નામના આધારે તપાસ હાથ કરાઈ રહી છે. જવેલરી પર દુકાન કર્ણાટકના જિલ્લાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે આ દાગીનાના ફોટો પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોકલી તેની ખરાઈ કરવાનું શરૂ કર્યું છે.

તસ્કરોએ કર્ણાટકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ દાગીના ઓળખી કર્ણાટકના એક્સ્ટેન્શન પોલીસ મથક હદમાં આવેલા એક બિઝનેશ મેનના બંધ મકાન નું તાળું તોડી ચોરી કરાયા હોવાનુ જણાવ્યું છે. જ્યાં તેની પોલીસ મથકે ૧૭.૫૦ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પુણા પોલીસે આરોપીની વધુ પૂછ પરછ કરતા ભાંગી પડ્યો હતો અને પકડાયેલા આરોપી એ કબૂલી લીધું છે કે, તેની ગેંગ દાહોદથી અન્ય રાજ્યોમાં મજૂરી કરવાના બહાને જઈ ઘડફોડ ચોરીને અંજામ આપતી હતી. આ ગેંગમાં અન્ય ત્રણ ઈસમો અજય ભાભોર, રાકેશ પરમાર અને પરસિંગ બચુભાઇ પરમાર પણ હોવાનું કબલ્યુ છે. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts