ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો હતો. સુરતમાં વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષક સામે કાર્યવાહી કરી છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર તવાઈ બોલાવી છે. નગરપ્રાથમિક શાળા ક્રમાંક ૧૨૧ અને ૧૯૦ના બે શિક્ષકો બરતરફ કરાયા છે. શિક્ષકોને શિક્ષણ સમિતિએ ૧૦થી વધુ વખત નોટિસ આપી હતી. શિક્ષકો દ્વારા કોઈ જવાબ ન આપતા કાર્યવાહી કરાઈ છે.
સુરતમાં વિદેશમાં રહી મફતનો પગાર લેતા બે શિક્ષકને ઘર ભેગાં કરાયા

Recent Comments