ગુજરાત

સુરતમાં વેપારીના પુત્રે ધો.૧૨માં નાપાસ થવાના ડરે આપઘાત કર્યો


સુરતના ભટાર ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડીયા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેમનો પુત્ર મનન (૧૮) લાન્સર આર્મી સ્કૂલમાં ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મનને પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. મનને રૂમમાં ફાંસો ખાધો હોવાની પરિવારને જાણ થતા મનનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મનનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પરીક્ષામાં નાપાસ થવાના ડરે મનને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુકેશભાઈને અન્ય એક નાનો પુત્ર છે તે પણ લાન્સર આર્મી સ્કુલમાં અભ્યાસ કરે છે. મનન ઓરડિયા અગાઉ ધોરણ ૯માં નાપાસ થયો હતો. ત્યાર બાદ ધોરણ ૧૦માં તેના ૭૨ ટકા આવ્યા હતા અને ધોરણ ૧૧માં ૫૫ ટકા જ આવ્યા હતા. હાલ તેણે ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી અને આગામી ૨૫ જૂનના રોજ તેનું રિઝલ્ટ આવવાનું હતું. જેથી પરીક્ષામાં નાપાસ થશે તેવો તેને ડર સતાવી રહ્યો હતોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પુત્રે પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વેપારીનો પુત્ર લાન્સર આર્મી સ્કૂલમાં સીબીએસસી ધોરણ ૧૨ કોર્મસમાં અભ્યાસ કરતો હતો. આગામી ૨૫મીએ રિઝલ્ટ આવવાનું હોવાથી નાપાસ થવાના ડરે આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Related Posts