fbpx
ગુજરાત

સુરતમાં વેપારીને ૨૪ વર્ષની યુવતીએ ફસાવી લાખો રૂપિયા પડાવ્યા બાદમાં ફરિયાદ કરી

સુરત જિલ્લામાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ ૫૦ વર્ષીય વેપારીને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. યુવતી વેપારી સાથે ડુમસના એક ફાર્મમાં ગઈ હતી. હવે યુવતીએ વેપારી પર એવો આરોપ લગાડયો કે ફાર્મ હાઉસમાં વેપારીએ તેના પર બળાત્કાર કર્યો હતો. આવા ગંભીર આરોપ લગાડી યુવતી ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે થોડા દિવસો પહેલા આવી પહોંચી હતી.વેપારી આલમ અને પોલીસ બેડામાં ભારે ચર્ચાઈ રહી છે. જાે કે આ સ્વરૂપ વાન યુવતીના પ્રેમમાં વેપારી કેવી રીતે પડ્યા અને ફસાયા બાદ તેમાંથી બહાર નીકળવા માટે તગડી રકમ ચૂકવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ મોજીલા વેપારી અને રંગીન મિઝાજની યુવતીની ઓળખ માર્કેટમાં થતા તહેવાર ટાંણે આ હોટ ટોપિક ચર્ચાનો વિષય બન્યો છે. આ હનીટ્રેપ હોવાની પોલીસને શંકા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશને આવી હતી. મહિલાએ વેપારી સામે બળાત્કારનો આરોપ લગાડયો હતો. મહિલાની ફરિયાદ લેવાની શરૂઆત કરી હતી પછી મહિલાએ બારોબાર વેપારી સાથે સમાધાન કરી લીધું હતું. પોલીસે ફરિયાદ આપવાની વાત કરી તો મહિલાએ હવે મારે કંઈ નથી કરવું, એવું પોલીસને કહી દીધું હતું. ટૂંકમાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની આશંકા છે. ડુમસના ફાર્મ હાઉસમાં એક યુવતીએ શહેરના મોટા ગજાના વેપારીની સામે બળાત્કારનો ગંભીર આરોપ લગાડી બાદમાં સમાધાન કરી લીધું હોવાની વાત સામે આવી રહી છે.

જાે કે આ ઘટનામાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. જે મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરવા આવી તે યુવતીએ લાખોની રકમ વેપારી પાસેથી પડાવી હોવાની વાત સામે આવી રહી છે. જેના કારણે સમાધાન થયું હોવાની વાત સામે આવી રહી છે. ખરેખર આ કેસમાં પોલીસ કમિશનર ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો હનીટ્રેપનો મામલો સામે આવી શકે છે. પોલીસે યુવતીની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી એટલામાં જ યુવતી અચાનક બહાર નીકળી ગઈ હતી. બીજી તરફ વેપારીને એવો ડર હતો કે, યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો સમાજમાં બદનામી થશે, આવા ડરને કારણે વેપારીએ યુવતીની સાથે સમાધાન કરી લીધું હતું.

Follow Me:

Related Posts