હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળતી અને જાેવા મળતી ગુંડાઓની ધમકીઓ જેવી મુંબઈની સ્ટાઈલમાં સુરતના વેપારીને ધમકી મળી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માથાભારે હાસિમ સિદ્દીકીની ગુંડાગર્દી સામે આવી છે. હાર્ડવેરના વેપારીને ધંધો કરવા માટે હપ્તો ઉઘરાવતી ધમકી આપવામાં આવી છે. અને કહ્યું ધંધા કરના હૈ તો હર મહીને પંદરા હજાર દેને પડેંગે કહીં દુકાનદાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
ઘટના અંગે વેપારીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગુંડાગર્દી દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં સ્થાનિક વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા હાસિમ સિદ્દીકી નામના યુવકે ફિલ્મી સ્ટાઇલમાં હપતો ઉઘરાવવા અને ધમકી હાર્ડવેરના વેપારીને આપી છે. અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જ જાેતા હતા અને સાંભળતા હતા કે શાંતિથી વેપાર ધંધો કરવા માટે દર મહિને હપ્તો આપવો પડશે.પરંતુ આવી જ ધમકી હવે સુરતમાં પણ આપવામાં આવી રહી છે.
લિંબાયત વિસ્તારમાં કેટલાક અસામાજિક અને ગુંડા તત્વો સામાન્ય નાગરિકોને એનકેન પ્રકારે ડરાવતા ધમકાવતા, હોવાના બનાવો સામે આવે છે. દરમિયાન લિંબાયત વિસ્તારમાં માથાભારે છાપ ધરાવનાર હાસિમ સિદ્દીક અને તેની ગેંગ દ્વારા હાર્ડ વેયરના દુકાનદારને ડરાવી ધમકાવીને તેની પાસેથી રૂ.૧૫ હજાર પડાવી લેવામાં આવ્યા છે જેને લઈ મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હાસિમ સહીત ચાર બદમાશો સામે ગુનો નોંધ્યો છે.
Recent Comments