fbpx
ગુજરાત

સુરતમાં વોર્ડ નં. ૩માં કોંગ્રેસનો એક જ ઉમેદવાર, ભાજપ અને આપ આમને-સામને

સુરતમાં ૨૫ વર્ષથી શાસન ભોગવતા ભાજપ સામે આપના નવા ઉમેદવારોની રણનીતિ શું છે, તેની ઉપર સૌ કોઈની નજર છે. ચૂંટણી શાખામાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ત્રણમાં કુલ ૧,૫૪,૫૫૯ મતદારો છે. તે પૈકી પાટીદાર સમાજના ૧,૨૬,૫૪૦, જ્યારે પછાત વર્ગના ૧૪૧૩૧ મતદારો છે. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો માહોલ હતો અને ભાજપ સામે પાટીદારોમાં નારાજગી હતી ત્યારે પાટીદાર અનામત સમિતિના ટેકાથી કોંગ્રેસ ઉમેદવાર જીત્યા હતા. આ વખતે ચિત્ર ચૂંટણીનું ચિત્ર અલગ છે. ભાજપમાંથી ચાર ઉમેદવારો દક્ષા લવજી ખેની, ભાવના રાજેશ દેવાણી, ધર્મેશ ગોરધન સરસિયા અને ભાવેશ શંભુ ડોબરીયાએ ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર પાયલબેન ગોધરાએ જ ઉમેદવારી નોંધાવી છે અને આમ આદમી પાર્ટીના ઋતુ દુગધ્રા, સોનલ સુહાગિયા, કનુ ગેડિયા અને મહેશ અણઘડે ઉમેદવારીપત્રક ભર્યું છે. આ વોર્ડથી પાસ કન્વિનર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ વાયદા મુજબ અન્ય લોકોને કોંગ્રેસે ટિકિટ ન આપતા ધાર્મિકે ફોર્મ ન ભર્યું હતું અને પાસના સમર્થનમાં આ જ વોર્ડના-૨ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આથી અહીં માત્ર કોંગ્રેસના એક જ ઉમેદવાર છે. આ વોર્ડમાં પાટીદાર આંદોલન સાથે જાેડાયેલા યુવાનોનું જાેર છે.
અત્યાર સુધી ભાજપનો ખુલીને વિરોધ કરતા પાટીદાર યુવાનો હવે કોંગ્રેસ સામે પણ બાંયો ચડાવી છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી હોય તેમને હરાવી શું એવા મેસેજ આ યુવાનો સોશિયલ મીડિયામાં ફેરવી રહ્યા છે. ગયા વખતે પાસના સમર્થનના પગલે વરાછામાં કોંગ્રેસ ૨૩ બેઠક જીત્યું હતું, પરંતુ આ વખતે પાટીદાર યુવાનો પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે.

Follow Me:

Related Posts