તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેડૂતોના શાકભાજી સહિતાના મબલખ પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઉનાળું પાક ઉપરાતં બાગાયતી પાક, શાકભાજી સહિતાના પાકને નુકસાન પહોંચ્યું છે જેના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધોરો જાેવા મળી રહ્યો છે.
વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ અને ભારે પવન વચ્ચે ખેતરમાં રહેલા શાકભાજીના પાકને પણ નુક્સાનીનો સામનો કરવો પડ્યો છે, જેથી હવે માર્કેટમાં શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી ત્યારે શાકભાજીના ભાવ આકાશે આંબી રહ્યા છે. જેથી ગ્રૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. રાજ્યમાં અમદાવાદ,સુરત વડોદરા સહિત રાજ્યના મહાનગરો અને મોટા શહેરોમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
સુરતમાં શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો, વિનાશક વાવાઝોડાએ ખેતી સહિત બાગાયતી પાકોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે શાકભાજીના ઉત્પાદનને સીધી તેમજ આડકતરી રીતે અસર પડી છે. ગરમીની મોસમમાં જગતના તાતની ઘટતી આવકની સાથે વાવાઝોડાએ વિનાશ વેરતા સુરત શહેરમાં શાકભાજીના ભાવોમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો થયો છે.
આ વખતે ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ પણ શાકભાજીની ફસલને બરબાદ કરી નાખી છે એક અહેવાલ પ્રમાણે સુરતમાં ઉનાળુ શાકભાજીની માત્ર ૧૦થી ૧૫ ટકા ફસલ બચી છે જેથી હાલમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
Recent Comments