સુરતમાં મનપા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને પ્રિન્સિપાલ દ્વારા કાઢી મૂકતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસમાં જ વર્ગની બહાર બેસીને વિરોધ નોંધાયો છે. પાંડેસરાના નાગસેનનગરમાં ચાલતી સુમન શાળામાં વિદ્યાર્થીઓએ શાળામાં હોબાળો મચાવી દીધો હતો. ઉડિયા માધ્યમમાં ભણાવતા શિક્ષકને એકાએક જ કાઢી મૂકતા વિદ્યાર્થીઓએ સરને પરત લાવવા માટે માંગણી કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી વિભૂતિ નામના શિક્ષક સુમન શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેમને કાઢીને અન્ય એક શિક્ષિકાને વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોલાવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા નિલેશ શેટ્ટી નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમને સર છેલ્લા બે વર્ષથી ભણાવે છે. શાળામાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. વિભૂતિ સર અમને ખૂબ જ સારી રીતે ભણાવે છે. પરંતુ અમને જાણવા મળ્યું છે કે, તેમને નિમોનિયા થયો હતો. તેના કારણે તેઓ દસેક દિવસથી રજા ઉપર હતા. આ બાબતની જાણ વિદ્યાર્થીઓને પણ હતી. પ્રિન્સિપાલને પણ હતી. છતાં પણ અમારા પ્રિન્સિપાલ દ્વારા તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. જે ખોટું છે. અમે જ્યાં સુધી આ શિક્ષકને પરત લાવવામાં નહીં આવે ત્યાં સુધી વર્ગખંડમાં જવાના નથી. સરને પાછા બોલાવવામાં નહીં આવે તો અમે આ શાળામાં અભ્યાસ નહીં કરીશું. એમના સ્થાને જે શિક્ષિકા આવ્યા છે. તે પણ યોગ્ય રીતે અમને ભણાવતા નથી.
Recent Comments