સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાય તેવો વીડિયો સામે આવ્યો છે. મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા ૧૧ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભીકડીયાએ ૧૧માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.ત્યારે ઉમેદવાર રાકેશ ભીકડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવ્યો છે. વિદેશી બનાવટના દારૂની બોટલ અને ભરેલા ગ્લાસ તથા સિગારેટના ચાલતા કશ સાથેનો વીડિયોથી વિપક્ષ આપે ભાજપની વ્યસની માનસિકતા બાળકોનું શું ભલુ કરશે તેવા સવાલો કરી ભાજપને આત્મમંથન કરવા સલાહ આપી છે.
રાકેશ ભીકડીયા વોર્ડ નંબર ૨ વરાછાના ભાજપના કાર્યકર્તા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે તેઓ મજબૂત દાવેદાર હતાં. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી.તેવા સંજાેગોમાં ભાજપના મોવડી મંડળ તરફથી તેમને નગર શિક્ષણ સમિતિમાં અન્ય કોઈ સમિતિમાં સ્થાન આપવા માટે કહેવામાં આવ્યું હતું તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. સંખ્યાબંળની દ્રષ્ટિએ ભાજપના ૧૦ અને આમ આદમી પાર્ટીના બે સભ્યોને નવી નગર શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો ચૂંટણી યોજવાની જરૂરીયાત રહેતી નથી પરંતુ ભાજપે ખેલ કરવા માટે ૧૧માં ઉમેદવાર તરીકે રાકેશ ભીકડીયાને ઉમેદવાર બનાવી ફોર્મ ભર્યું છે.જેનો દારૂની મહેફિલ માણતા વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
Recent Comments