ગુજરાત

સુરતમાં સંજીવની હાઈટ્સ માં કુદરતી દ્રશ્ય દોરવા માટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.

સ્પર્ધા નો મુખ્ય હેતુ બાળકો માં કંઇક બનાવવાની કળા નો ઉદભવ થાય એ હતો.

સામાન્ય રીતે જોવા મળે છે કે જે બાળકો નો પ્રથમ બીજો કે ત્રીજો નંબર આવે છે એમને ઈનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પણ એનાથી જે બાળકો નો નંબર નથી આવતો એનો ઉત્સાહ ઘટે છે. એટલા માટે બાળકો ને રેન્ક આપવામાં આવ્યા નથી. છતાં પણબાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે. કુલ ૪૭ બાળકો એ ભાગ લીધેલ. ભાગ લેનાર દરેક બાળકો ને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. CA ના પ્રોફેસર પંકજ બરવાળીયા દ્વારા સોસાયટી માં બાળકો ના વિકાસ માટે દર અઠવાડિયે પ્રોગ્રામ કરવામાં આવે છે.

સોસાયટી માં મૂવી તારે જમીન પર જેવો માહોલ જોવા મળેલ.

Related Posts