સુરતમાં સતત ચોથા દિવસે સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓની હડતાળ યથાવત્
સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ આજે ચોથા દિવસે પણ હડતાળ પર યથાવત રહ્યા છે. પગારના મુદ્દે ચાલતી કર્મચારીઓની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગાસંબંધીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા સફાઈ કર્મીઓના પગારને લઈને વહીવટી વિભાગમાં ભૂલ કરનાર બે કર્મીની બદલી પણ કરી દેવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા આગામી બે દિવસમાં પગાર અંગેની બાહેંધરી આપવામાં આવી છે. છતાં સફાઈ કર્મીઓ પોતાની માગને લઈને મક્કમ છે અને હડતાળ સમેટવા તૈયાર નથી.
સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ચોજા દિવસે યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માંગણીને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા કર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી કપાત પગાર તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કર્મીઓની હડતાળના પગલે સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Recent Comments