fbpx
ગુજરાત

સુરતમાં સતત પાંચમા દિવસે ફાયર સેફ્ટી વગરની ૧૦૨ દુકાનો સીલ કરાઇ

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસ બાદ પણ ફાય સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે ૧ હોસ્પિટલ,૨ સ્કૂલ અને ટેક્સટાઈલ માર્કેટની ૧૦૨ દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી મિલકતો સીલ કરાતા હોસ્પિટલ, સ્કૂલ અને દુકાનના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે. દર્દીઓને હાલાકી નહીં પડે માટે ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે.

મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

જે ૬ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની

Follow Me:

Related Posts