fbpx
ગુજરાત

સુરતમાં સર્ગભા મહિલાનું હાર્ટએટેકથી મોત

રાજ્યમાં છેલ્લા થોડા મહિનાથી હાર્ટએટેકથી મોતની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો છે. આવી જ વધુ એક ઘટના ડાયમંડ નગરી સુરતમાં બની છે. શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં સગર્ભા મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. ૩૬ વર્ષીય મહિલાને ૩ મહિનાનો ગર્ભ હતો. મહિલા સવારે વોશ ગયા બાદ અચાનક જ ગભરામણ થવા લાગી હતી. જેથી તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેમને જાેઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ગર્ભવતી મહિલાના નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Follow Me:

Related Posts