fbpx
ગુજરાત

સુરતમાં સવારે સાયક્લિંગ કરતી યુવતીને લુંટી બાઈકર્સ ફરાર

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોફી નાકા પાસે નજીક સાયક્લિંગ કરતી ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતીનું મોબાઈલ તથા રોકડ ભરેલું પાકીટ છીનવી બાઇક સવાર બે અજાણ્યા ઈસમો નાસી ગયાં હતાં. લૂંટની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોર્નિંગ વોક કે સાયક્લિંગ કરવું પણ સુરતીઓ માટે સુરક્ષિત ન રહ્યું હોવાનું સામે આવતાં ખટોદરા પોલીસે પીડિત યુવતીની અરજી લઈ તપાસ હાથ ધરી છે. પાયલ મુકેશભાઈ સોમાણી (પીડિત) એ જણાવ્યું હતું કે, પોશ વિસ્તાર પણ હવે સુરક્ષિત રહ્યો નથી. ચોરીઓ બાદ હવે અસામાજિકતત્ત્વો ગળામાંથી ચેઇન કે, હાથમાંથી પર્સ છીનવીને નાસી રહ્યા છે. આ વિસ્તારની મહિલાઓએ ઘરમાંથી બહાર નીકળ્યું મુશ્કેલ બની ગયું છે.

સાયક્લિંગ કરતી વખતે પાછળથી આવેલા બે અજાણ્યા બાઇક સવાર ઇસમો ક્યારે હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા એ સમય વિચારીને પણ ધ્રુજારી આવી જાય છે. પર્સ બચાવવાની કોશિષ પણ કરી હોત તો પર્સ સાથે હું જમીન પર ઘસડાય ગઈ હોત. આવા અસામાજિક તત્વોને કોઈ સુરક્ષિત રહે કે ન રહે એમનો ટાર્ગેટ પૂરો થવો જાેઈએ. આવા લૂંટારૂઓ શહેરમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, ને પોલીસની ઊંઘ ઊડતી નથી એ નવાઈની વાત છે.ઘટના બાબતે પરિવારને જાણ કરતા જ ભાઈ અને પપ્પા દોડી આવ્યાં હતાં. આજુબાજુ તપાસ કરતાં એક દુકાનના ઝ્રઝ્ર્‌ફ માં બાઇક સવાર લૂંટારૂઓ કેદ થઈ ગયા હતા. પોલીસ આ લૂંટારૂઓ ને પકડી પાંજરે પૂરે તો જ રાહદારી મહિલાઓ સુરક્ષિત કહેવાય તેમ પાયલે વધુમાં જણાવ્યુ હતું

Follow Me:

Related Posts