સુરતમાં સાંજે ૭ વાગ્યા બાદ પાનના ગલ્લા,ચાની લારી બંધ રહેશે
કોરોના કેસોમાં વધારો થતાં સુરતમાં મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમાં સાંજે ૭ વાગ્યાથી પાનના ગલ્લા,ચાની લારી બંધ કરાવાશે. સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે ૭ વાગ્યે પાટીયા પાડી દેવા માટે સૂચના આપવામાં આવી છે. રાત્રે ૧૦ વાગ્યાથી સુરતમાં રાત્રિ કફ્ર્યૂનો અમલ કરાવવામાં આવશે. ૯ વાગ્યાથી ખાણી-પીણી લારી, રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો છે. તો ભીડ થાય તો શાકભાજી માર્કેટ બંધ કરાવી દેવા આદેશ કરાયો છે.
સુરતમાં કોરોના સંક્રમણથી ચિંતા વધી ગઈ છે. સુરતમાં બીઆરટીએસ-સીટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં થિયેટર, સિનેમા હોલ બંધ કરી દેવાયા છે. તો ગેમ ઝોન, સ્પોર્ટસ ક્લબ, જીમ બંધ રહેશે. એટલું જ નહીં પણ સુરતમાં હોટલના બેન્કવેટ હોલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંધની અસર હજારો લોકોને પડશે. અને વેપાર-ધંધા ફરીથી પડી ભાંગશે.
Recent Comments