ગુજરાત

સુરતમાં સાબુથી ગણેશજીની સાડા ૬ ફૂટની ઊંચી પ્રતિમા બનાવાઈસુરતનાં ડેન્ટિસ્ટ અદિતિ મિત્તલ દ્વારા આ પ્રતિમા તૈયાર કરાઈ

આમ તો ગણેશ પર્વ પર અવનવી પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે પરંતુ સુરત શહેરમાં દેશમાં પ્રથમવાર ગણેશજીની આવી પ્રતિમા બનાવવામાં આવી છે. જેને જાેઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે. આ પ્રતિમા માટી કે અન્ય વસ્તુઓથી નહીં પરંતુ ૨૬૫૫ કિલો સાબુથી તૈયાર કરવામાં આવી છે. સુરતની ડેન્ટિસ્ટ અદિતિ મિત્તલ દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત છે કે તેઓએ ગણેશજીની પ્રતિમા સાથે ચંદ્રયાન ત્રણ અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પણ દર્શાવી છે. અંદાજે ૨૬૫૫કિલો સાબુ જે ૧૧ ફૂટ લાંબી અને ૧૧ ફૂટ પહોળી છે, તેની ઉપર સાડા ૬ ફૂટની ઊંચી પ્રતિમા બનાવી છે.

એટલું જ નહીં ચંદ્રયાન મિશનની ટીમ પર તેઓએ ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે. શિવ શક્તિ પોઇન્ટ પણ દર્શાવ્યા છે. ગણપતિની પ્રતિમામાં કુલ ૧૭૭ સાબુના શીટ વાપર્યા છે. એક સાબુની સીટ ૧૫ કિલોની હોય છે જેથી કુલ ૨૬૫૫ કિલો સાબુ તે ગજાનંદની પ્રતિમા તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જે સ્વચ્છતા અભિયાન છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે આ સાબુથી ગણપતિ તૈયાર કર્યા છે. દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરાશે. બાદમાં વિસર્જિત કરી આ સાબુ સ્લમ એરિયામાં લોકોને આપવામાં આવશે. આ પ્રતિમા ને બનાવવા માટે સાત દિવસ લાગ્યા છે.

Follow Me:

Related Posts