સુરતમાં સુમુલ દૂધનો ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુમુલ દ્વારા સુરત શહેર જિલ્લા અને તાપી જિલ્લામાં જે અન્ય શહેરો કરતા દૂધના ભાવમાં ૨ રૂપિયાથી લઈ ૪ રૂપિયા સુધીનો ભાવ વધારો લેવામાં આવે છે. તે પાછો ખેંચવામાં આવે અને પશુપાલકોને કિલો ફેટ ૮૬ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયા ચૂકવવા માગણી કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જાે તાત્કાલિક અસરથી ભાવ પાછા નહીં ખેંચાય અને પ્રજા હિતમાં ર્નિણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં લોકોને સાથે રાખી જન આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સુમુલના વહીવટ કર્તાઓનો રહેશે. માત્ર સુરત શહેર અને તાપી જિલ્લા સાથે શા માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને લઈને સુમુલ ડેરીના સંચાલકો કોઇ સ્પષ્ટતા કરી રહ્યા નથી.
કોંગ્રેસના નેતા દિનેશ રાવલીયા જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લા સાથે અન્યાય થઈ રહ્યો છે. એક જ સુમુલ ડેરી દ્વારા આવી રીતે અલગ અલગ ભાવ રાખીને શા માટે લોકોને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે.
Recent Comments