સુરતમાં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી પથ્થરમારો કરાયો વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. સૈયદપુરા બાદ વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. શહેરમાં ૮ સપ્ટેમ્પરના રોજ ગણપતિ પંડાલ પર સગીરો દ્વારા પથ્થર મારો કરાયો હતો. અસમાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને ડરાવવા ગણેશ પંડાલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ૫ દિવસની અંદર શહેરમાં વધુ એક ગણેશ મંડપને નિશાન બનાવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો. જાે કે આ બનાવ બાદ વરિયાવી બજારમાં ગણેશ મંડપ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સુરતમાં સૈયદપુરા બાદ ફરી એકવાર પથ્થરમારો


















Recent Comments