fbpx
ગુજરાત

સુરતમાં સ્કુલો શરૂ કરવાની મંજૂરી બાદ વાલીઓ પાસેથી સંમતિપત્ર લખાવી વિદ્યાર્થીઓને એન્ટ્રી અપાઈ

સુરતમાં સ્કુલોમાં વિદ્યાર્થીઓને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ક્યાંક ફુલહાર, કંકુના ચાંદલા તો ક્યાંક ચોકલેટો અપાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ ગુરુ-સરસ્વતી વંદના પણ કરી હતી. જાેકે સ્કૂલે આવેલા વાલીઓએ ત્યાં બેસીને જ સંમતિપત્ર લખ્યા બાદ તેમના બાળકને એન્ટ્રી અપાઇ હતી. બે વર્ષે સ્કૂલે આવેલા ઘણા વિદ્યાર્થીઓ રડતા જાેવા મળ્યા તો કેટલાક ખુશ દેખાતા હતા. વનિતા વિશ્રામમાં તો હજુ ૧થી ૫ના વર્ગો શરૂ થયા ન હોવા છતાં ઘણા વાલીઓ બાળકોને મૂકીને જતા રહ્યા હતા, બાદમાં તેમને બોલાવીને બાળકોને પરત લઈ જવા જણાવાયું હતું. ઓછી હાજરી મામલે ડીઇઓ એચ.એચ. રાજ્યગુરૂ કહે છે કે અમારા ઇન્સ્પેક્શન મુજબ ધો. ૧થી ૫માં ૪૫% હજારી છે. ઘણી સ્કૂલોએ ઓનલાઇન હાજરી નહીં પૂરી હોવાથી શિક્ષણ વિભાગની હાજરીમાં ઓછી હાજરી દેખાય રહી છે. અમે સ્કૂલોને ઓનલાઇન હાજરી પૂરવા માટેની સૂચના આપી છે.

Follow Me:

Related Posts