ગુજરાત

સુરતમાં સ્પાડની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશઃ ૯ની ધરપકડ

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરૂ થઈ ગયો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે. છતાંયે હજુ પણ કેટલાક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ફુલ ફ્લેગમાં ચાલી રહ્યો છે. આવા જ એક વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફે દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને ૫૦૦ આપતા હતા.

ખટોદરા પોલીસ પેટ્રોલીંગમાં હતા દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે વીઆઈપી રોડ એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી.

વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી ૫૦૦ રૂપિયા સંચાલક પોતે રાખતા અને ૫૦૦ યુવતીને આપતા હતા. પોલીસે સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. જ્યારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts