ગુજરાત

સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવેપાર, કુલ નવ લોકોની કરાઈ ધરપકડ

સુરતના રીંગરોડ સ્થિત ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલની ઉપર ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા પાડી પોલીસે સંચાલક અને ગ્રાહક તથા સાત લલના સહિત નવ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કંટ્રોલ રૂમને મળેલા મેસેજના આધારે અઠવાલાઈન્સ પોલીસે રીંગરોડ સબજેલની સામે ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલના પહેલા માળે અને ત્રીજા માળે દરોડા પાડ્યા હતા. પહેલા માળે દુકાન બંધ હોવાથી ત્રીજા માળે ન્યુ ઇન્ડિયા સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી સ્પા સંચાલક અર્જૂન લક્ષ્મણભાઈ શર્મા (ઉ.વ ૧૯ રહે. ખોડીયારનગર, ભટાર)ની અટકાયત કરી સર્ચ કર્યું હતું.

જે અંતર્ગત દુકાનમાં બનાવામાં આવેલા અલગ અલગ રૂમમાં તપાસ હાથ ધરી હતી. શરીરસુખ માણવા આવનાર ગ્રાહક અમર દત્તુરામ શાદ (ઉ.વ. ૩૪, રહે સાંઈ દર્શન સોસાયટી, કડોદરા) અને એક લલના કંઢગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે અન્ય રૂમમાં તપાસ કરતા દેશના અલગ અલગ રાજ્યની કુલ સાત લલના મળી આવી હતી. પોલીસે ગ્રાહક અને સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રોકડ અને કોન્ડમ મળી ૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related Posts