સુરતમાં હનીટ્રેપમાં એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, અશ્લિલ વીડિયો ઉતારી યુવતી કરતી હતી બ્લેકમેઇલ
સુરતના કતારગામમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીના આત્મહત્યા કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એક યુવતી વિદ્યાર્થીનો અશ્લિલ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતી હતી અને યુવતીએ તેની પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા. જેનાથી કંટાળીને વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. હાલ તો આ મામલે યુવતી સહિત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Recent Comments