સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે અઘોષિત લોકડાઉન લાગ્યું છે. પરિણામે નાના વેપારીઓની મુશ્કેલી વધી રહી છે. નાના વેપારીઓ આર્થિક સંકડામણમાં પીસાઈ રહ્યા છે વેપાર ધંધો બંધ હોવાના કારણે પોતાના ઘરનું ભરણપોષણ કરવું પણ હવે તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પરંતુ તેની સામે અનેક પ્રશ્નો પણ હવે ઉભા થઇ રહ્યા છે.
હોઝયરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને નાના વેપારીઓને આર્થિક સંકડામણમાંથી બહાર કાઢવા રજૂઆત કરવામાં આવી હતી .વેપારી આવે પોતાની દુકાન શરૂ કરવા માટે મંજૂરી માંગી હતી. સરકારની કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટેની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરીને વેપાર-ધંધા શરૂ કરવા માટે મંજૂરી આપવી જાેઈએ. ઘણા ખરા વેપારીઓની દુકાન ભાડા પેટે લીધી છે તો ઘણા ખરા વેપારીઓના મકાનના અને વાહનોના હપ્તા બેન્કમાં ભરવાના હોય છે. છેલ્લા એકાદ મહિનાથી સંક્રમણને કારણે દુકાનો બંધ હોવાથી આવક બંધ થઈ ગઈ છે. તેવા સમયે બેંકના હપ્તા કેવી રીતે ચૂકવવા તેમ જ પરિવારના સભ્યોનું ગુજરાત કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે.
સુરતમાં હોઝયરી એસો.ને કલેક્ટરને આવેદન આપી દુકાનો શરુ કરવા રજૂઆત કરી

Recent Comments