ગુજરાતમાં ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં હોમગાર્ડની ૬,૭૫૨ જગ્યાઓ ભરવા મંજૂરી આપી દીધી છે. શુક્રવારે જિલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ બહાર પાડયા હતા. લાંબા સમય બાદ જાહેર થનારી હોમગાર્ડની ભરતી માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ રાખવામાં આવી છે. તો આ ભરતીમાં ૧૮થી ૫૦ વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે. હોમગાર્ડની નોકરી માટે દૈનિક રૂ.૩૦૦નું માનદ વેતન મળશે. આ ઉપરાંત દૈનિક રૂપિયા ૪ ગણવેશના ધોલાઈ પેટે અપાય છે. હોમગાર્ડની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને ૧૬૦૦ મીટરની દોડ ૯ મીનિટમાં અને મહિલાઓને ૮૦૦ મીટરની દોડ ૫.૨૦ મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. જેના ગુણ ૭૫ ટકા રહેશે.
પસંદગી માટે ઊંચાઈ, વજન અને ઓછામાં ઓછા ૭૫ સેન્ટીમિટર છાતી અને ૫ સેન્ટિમિટર કુલાવેલી છાતી સહિતના માપદંડો અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે હોમગાર્ડએ સરકારના કાયમી કર્મચારી નથી. હોમગાર્ડની ભરતી બાદ આગામી ૧૦-૧૫ દિવસમાં લોકરક્ષક દળ- ન્ઇડ્ઢ અને ટ્રાફિક નિયમન માટે ્ઇમ્જવાનની ૨૧ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થશેસુરતમાં હોમગાર્ડની ભરતી શરૂ થતા જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ઘસારો વધ્યો છે.સુરત શહેરમાં ૯૦૦ અને જિલ્લામાં ૧૮૦ જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે.જે માટે સુરતના અલગ અલગ ઝોનમાં ૯ સેન્ટરો શરૂ કરી ફોર્મ વહેંચવામાં આવી રહ્યા છે. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે ૭૬૦ ફોર્મ વહેંચાયાં હતા અને આજે પણ વહેલી સવારથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છેપપરંતુ ૯ સેન્ટરો પર માત્ર ૧૦૦-૧૦૦ ફોર્મની જ વહેંચણી થાય છે..પરંતુ તે સામે ફોર્મ ભરવા આવેલા લોકો વધુ હોવાથી તેઓને હાલાકી પડી છે.તેમજ ફોર્મ ન મળતા ઉમેદવારોએ સરકાર પર બેરોજગારી વધી હોવાના આક્ષેપ કર્યા છે.
Recent Comments