સુરત ઊંચા વળતરનું લાલચ આપીને શહેરના ૧૯૦ લોકોને ૧૨૫ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર નિરલ અને કૃણાલ બારોટે વિધવા અને વૃદ્ધાઓ સાથે પણ ચીટિંગ કર્યાનું બહાર આવ્યું છે. જે ૧૯૦ રોકાણકારોના લિસ્ટ સામે આવ્યા છે. તેમાં ૩૦ મહિલાઓ પણ છે. આ ૩૦ મહિલાઓ સાથે ઠગ બંધુઓએ ૩.૭૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઠગાઈના આ મસમોટા કાંડમાં અમદાવાદ ઈકોનોમિક્સ ઓફેન્સ સેલ પોલીસે નિરવ અને કૃણાલ બારોટની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને બંને આરોપીને પોલીસે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપી નિરલ અને કૃણાલે ઊંચા વળતરની લાલચ આપતા સેંકડો લોકોએ તેમની કંપનીમાં રોકાણ કર્યું હતું. રોકાણ કરનારાનો ગ્રુપમાંથી તેમજ બારોટ બંધુઓની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓએ પોતાના ગ્રુપમાંથી વાત કરતા કેટલીક મહિલાઓ પણ રોકાણ કરવા લલચાઈ હતી.
કેટલીક મહિલા રોકાણકારો બારોટ બંધુઓ પાસે પોતાના રૂપિયા પરત માંગતી હોવાથી પ્રવિણ નામના વચેટીયાએ બારોટ બંધુઓનું ઉઘરાણું લઈને કેટલીક મહિલાઓને ધમકી આપી હતી. જેના પગલે મહિલાઓ સામે આવતી ન હતી. હવે ઠગબંધુઓ સામે ગુનો દાખલ થતા મહિલાઓ સામે આવી રહી છે. બુધવારે સાંજે મંજુ નામની મહિલાએ ઈંકો સેલ પર પહોંચી ઠગ બંધુઓને રૂપિયા આપ્યા હોવાનો પોલીસને પુરાવાઓ આપ્યા હતા.
Recent Comments