ગુજરાત

સુરતમાં ૧૨ જુલાઇથી રથયાત્રા નીકળશેઃ રુટ ટૂંકાવી દેવાયો

સુરતમાં કોરોના સંક્રમણને કારણે જગન્નાથ યાત્રા ૨૭ વર્ષથી ભવ્યતાથી પારંપરિક રીતે નીકળતી હતી તે ગયા વર્ષે પણ નીકળી શકી ન હતી. આ વર્ષે પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જગન્નાથ યાત્રા નીકળશે કે કેમ તેને લઈને ચર્ચા હતી. ઈસ્કોન મંદિરના સભ્યો તરફથી જાણવા મળ્યું છે કે, આ વખતે ૧૨ જુલાઈના રોજ ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળશે. જગન્નાથના ભક્તોમાં આનંદનો માહોલ જાેવા મળી રહ્યો છે. ભગવાન આખરે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા કરવા બહાર નીકળશે.

છેલ્લા ૨૭ વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધી ૧૭ કિલોમીટરના રૂટ ઉપર જગન્નાથ રથયાત્રા નીકળતી હતી. પરંતુ મહામારીના કારણે ગત વર્ષે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે આ વર્ષે તેનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. માત્ર.૩.૫ કિ.મીનું અંતર રથયાત્રા કાપશે. જાેકે ઇસ્કોન મંદિરના પદાધિકારીઓ અને ભાવિક ભક્તોએ ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવાની માંગ કરી છે.

ઇસ્કોન મંદિરના સભ્ય સરોજ કુમાર દાસ જણાવ્યું કે અમે સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધીનો પારંપરિક રથયાત્રાનો રૂટ છે તે રૂટની માંગણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ જાેતા અમને વહીવટીતંત્ર દ્વારા તે મંજૂરી આપવામાં આવી નથી. આખરે છેલ્લા ઘણા દિવસથી અમે રથયાત્રા કાઢવા માટેની મંજુરી માંગી રહ્યા છે ત્યારે અંતે અમે ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવામાં આવે તેવી અમારી લાગણી છે.

Related Posts