સુરતમાં ૧૬ વર્ષિય સગીરા પર વિધર્મીએ બળાત્કાર કર્યો હતો

રમાં રહેતી પિતા વગરની ૧૬ વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. કિશોરીને પેટમાં દુખાવો થતાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તરુણીએ બાળકને જન્મ આપ્યો હતો. જાેકે અધૂરા મહિનામાં જન્મેલા બાળકનું મોત થયું હતું. આ અંગે અઠવાલાઇન્સ પોલીસમાં તરુણીએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તાહા નામના વિધર્મી યુવક સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ નરાધમને ઊંચકી લાવી છે. આરોપી તાહા સગીરાના મહોલ્લામાં અવારનવાર આવતો હતો. તરુણીને તેની બહેનપણીએ નરાધમ સાથે ઓળખાણ કરાવી હતી. છેલ્લા ૧૦ મહિનાથી વિધર્મી યુવકે તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિધર્મીના પાપે તરુણીને સાડા છ મહિનાનો ગર્ભ છે. તરુણીને પેટમાં દુખાવો થતા માતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યા તરુણીએ સાડા છ મહિનામાં પ્રી-મેચ્યોર ડિલિવરી થતાં બાળકનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, પિતાની છત્રછાયા ગુમાવનાર કિશોરી માતાને મદદરૂપ થવા બ્યુટિપાર્લરનું કામ શીખી રહી હતી.
Recent Comments