સુરતમાં ૧૭ વર્ષની કિશોરી પર દુષ્કર્મના આરોપીને ૧૦ વર્ષની સજા
સુરતના સરથાણામાં ૧૭ વર્ષની કિશોરી પર માતા-ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી જન્માષ્ટમીના દિવસે જ બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે ૧૦ વર્ષની સજા, રૂપિયા ૨ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને રૂપિયા ૫ લાખ વળતર તરીકે ચૂકવવા માટેનો આદેશ પણ કરાયો હતો. કોર્ટે ચૂકાદામાં નોંધ્યુ હતુ કે, આરોપીને યોગ્ય માત્રામાં સજા કરવી જાેઇએ કે જેથી ન્યાયનો હેતુ સિધ્ધ થાય, ખૂબ જ ઓછી સજા કરવાથી ન્યાયતંત્રને નુકસાન થાય તેમ છે.
આરોપી ચીરાગ મહેતા (રહે,નારાયણ સરોવાર, વ્રજભૂમિ, જકાતનાકા, વરાછા)એ આ જ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને તું મારી સાથે લગ્ન નહીં કરે તો , તારા માતા તથા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી વર્ષ ૨૦૧૯માં જન્માષ્ટીના દિવસે જ કિશોરીને ઉત્રાણ નજીક બોલાવી ત્યાંથી એક કોમ્પલેક્સમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તા.૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ કિશોરી સાથે જબરદસ્તી કિસ કરવાની કોશિષ કરી હતી અને નહીં કરવા દે તો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આગળ જતા પીડિતાએ ઘરમાં બધી વાત કહેતા મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. ભોગ બનનાર બાળાને પોતાના બાકીના જીવન માટે અને પુનઃવસન માટે યોગ્ય વળતરનો હુકમ પણ કરવો ન્યાયી જણાય છે. જે મુજબ નાલ્સાની વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીની જાેગવાઈઓ મુજબ ભોગ બનનારને ૫ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.
Recent Comments