સુરતમાં ૨૦ વર્ષ જૂના સિમી સંમેલન કેસમાં કોર્ટે તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા
હાલના ગુજરાત પોલીસના ડી.જે. આશિષ ભાટિયા જે સમયે સુરત પોલીસમાં અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેની માહિતીને આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ૨૦ વર્ષ બાદ શનિવારે કોર્ટે ચુકાદો આપ્યો છે. આશિષ ભાટિયા જ્યારે ૨૦૦૧માં સુરતમાં અધિક પોલીસ કમિશનર સેક્ટર ૨ તરીકે ફરજ બજાવતા હતા તે સમયે તેમને એવી માહિતી મળી હતી કે અઠવા પોલીસ મથકની હદમાં આવેલા નવસારી બજાર રાજેશ્રી હોલમાં લઘુમતીઓના શૈક્ષણિક અધિકારીતા મુદ્દે એક સંમેલન યોજવાનું છે.
તેમાં પ્રતિબંધિત સંસ્થા સિમિ (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા)ના મોટી સંખ્યામાં યુવકો ભેગા થવાના છે. જે માહિતીને આધારે અઠવા પોલીસ મથકના પીઆઈ પંચોલીએ આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને સાથે રાખી રાજશ્રી હોલમાં રાત્રિના બે વાગ્યે રેડ કરી હતી. ત્યાંથી કુલ ૧૨૭ યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં અનેક ઇસ્લામિક સ્કોલર, ડોક્ટર અને વકીલો પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો હાજર રહ્યા હતા. કોસંબામાં રહેતા હનીફ મુલતાની સુરતના બેગમપુરામાં ટેકરા પાસે રહેતા આશિક ઈકબાલ ઉર્ફે આસિફ અનવરભાઇ શેક જે સિમિના કાર્યકરો હતા. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. રાત્રિના બે વાગ્યાથી ઓપરેશન ચાલ્યું
Recent Comments