fbpx
ગુજરાત

સુરતમાં ૨૩ દિવસ પછી કાપડ માર્કેટ ખુલ્યુ, પ્રવેશ માટે કોરોના ટેસ્ટ જરૂરી

રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતા ૨૭ મે સુધી સવારના ૯ વાગ્યાથી ૩ વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. સુરતમાં કાપડ માર્કેટ ૨૩ દિવસ પછી ખોલવામાં આવ્યુ છે. કાપડ માર્કેટ ખુલતા જ કર્મચારીઓ મોટી સંખ્યામાં માર્કેટમાં પહોચી ગયા હતા. જાેકે, માર્કેટમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સુરતમાં કાપડ માર્કેટમાં કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા બાદ કર્મચારીઓની ટેસ્ટિંગ માટે લાઇન લાગી હતી. કોરોના સંક્રમણને વધતુ રોકવા માટે વેપારીઓ સક્રિય છે. કાપડ માર્કેટમાં અનેક લોકો રોજી રોટી મેળવે છે અને પોતાનું ઘર ચલાવે છે.
કોરોના કાળમાં સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ ઠપ થઇ ગયો હતો. હવે સરકારે ધીમે ધીમે છૂટ આપતા શહેરમાં ધંધા-રોજગાર પાટા પર ચડતા જાેવા મળી રહ્યા છે.જાેકે, કાપડ માર્કેટમાં સરકારની કોવિડ ગાઇડલાઇનનું દરેક લોકોએ પાલન કરવુ પડશે.

Follow Me:

Related Posts